એમ.એસ.યુનિવર્સિટી સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મધ્ય ગુજરાત અનેસૌરાષ્ટ્રના ૧૫૦૦ કરતા વધારે ગામડાઓને દત્તક લઈને તેમની સમસ્યાઓનુ સમાધાન શોધવા માટે પ્રયાસ કરશે.
ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉન્નત ભારત અભિયાનમાં હવે એમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓ ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાતમાં આ યોજનાના અમલી કરણ માટે સુરતની એસવીએનઆઈટી તેમજ ગાંધીનગર, આઈઆઈટીને તો રિજનલ કો ઓર્ડિનેટર તરીકે પહેલેથી સામેલ કરવામાં આવી જ છે પણ હવે ગુજરાતમાં ત્રીજી સંસ્થા તરીકેએમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓર્ડિનેટર તરીકેની કામગીરી અપાઈ છે.
એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો.સુનિતા શર્માની આ અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટી વતી નિમણૂંક કરી છે.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ઉન્નત ભારત અભિયાનનુ સંચાલ કેન્દ્ર સરકારનુ શિક્ષણ મંત્રાલય કરે છે.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે શિક્ષણ મંત્રાલય સાથેની એક બેઠકમાં આ અભિયાનમાં એમ.એસ.યુનિવર્સિટીને સામેલ કરવા માટે કહ્યુ હતુ.હવે એમ.એસ.યુનિવર્સિટી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે યોજનાના અમલ માટે સંકલન કરશે.એમ.એસ.યુનિવર્સિટી સહિત દરેક શૈક્ષણિક સંસ્થા પાંચ-પાંચ ગામ દત્તક લેશે.આ ગામડાઓની દરેક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે અને તેમની સમસ્યાઓનો સર્વે કરશે તથા તેના આધારે દરેક ગામડાની પ્રાથમિકતા અનુસાર સ્વચ્છતા અભિયાન, સ્કિલ ઈન્ડિયા, વોટર સેનિટેશન, ક્લીન એનર્જી જેવી યોજનાઓને લાગુ કરવામાં આવશે.અત્યારે અમારો અંદાજ ૧૫૦૦ જેટલા ગામડાઓને દત્તક લેવાનો છે.આ ઓછામાં ઓછો આંકડો છે.જે પાછળથી વધી પણ શકે છેઆગામી પાંચ વર્ષોમાં યોજનાનો અમલ કરવાનુ લક્ષ્યાંક છે.વિદ્યાર્થીઓને પણ સર્વે માટે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.ડો.શર્માએ કહ્યુ હતુ કે, આ યોજનાઓનો અમલ કરવા માટે દરેક ગામ દીઠ દોઢ લાખ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે પણ આટલી રકમથી કશું ના થાય.એટલે એમ.એસ.યુનિવર્સિટી જે તે ગામની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, જે-તે વિસ્તારના ધારાસભ્ય, સાંસદ, કલેકટર, ડીડીઓ , એનજીઓની મદદ લઈ શકશે.સાથે સાથે કંપનીઓને પણ તેમનુ સમાજ કલ્યાણની યોજનાઓ માટેનુ ફંડ આ ગામડાઓમાં વાપરવા માટે અપીલ કરશે
Reporter: News Plus