નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ ડો. બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદને ભેટ ચઢી ગયો. જેમાં લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
આજે ગૃહની શરૂઆતમાં જ થયેલા હોબાળા બાદ અધ્યક્ષે લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જો કે રાજ્યસભાના આ મુદ્દે હોબાળો મચ્યો હતો. જેના પગલે રાજયસભાને 12 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે.
આજે ગૃહની કાર્યસૂચિમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા શુક્રવારે બંને બિલોને સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ છે. આ સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો સામેલ હશે.
Reporter: admin