News Portal...

Breaking News :

વડોદરા શહેરના કીર્તિ સ્તંભ પાસે આવેલ ગેસ લાઇનમાં લીકેજ

2024-11-28 11:27:31
વડોદરા શહેરના કીર્તિ સ્તંભ પાસે આવેલ ગેસ લાઇનમાં લીકેજ


વડોદરા : વડોદરા : શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કિર્તી સ્તંભ પાસે ડોક્ટર મુનશી ના બંગલા પાસે ગત મોડી રાત્રી થી ગેસ ની લાઈન લીકેજ થતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા સ્થાનિક લોકોએ વારંવાર અધિકારીને રજૂઆત કરવા છતાં ગેસ વિભાગના અધિકારીઓ એકબીજા ઉપર ખો આપી રહ્યા છે.



વડોદરા શહેરમાં અવારનવાર ગેસ લીકેજ થવાની ઘટના બની રહી છે ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ ડોક્ટર પાસે ગત મોડી રાત થી ગેસની લાઈન લીકેજ થઈ હતી ગેસની લાઈન લીકેજ થતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા હતા અને ગેસ વિભાગના અધિકારીઓને સંપર્ક કર્યો હતો ત્યારે ગેસ વિભાગના અધિકારીઓ સ્થાનિક લોકોને એકબીજા પર હો આપી રહ્યા છે 


ત્યારે આજે વહેલી સવારે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક એ જણાવ્યું કે ગેસ લાઇન લીકેજ થતા અમો લોકોએ ગેસ વિભાગના અધિકારીઓને જાણ કરી છતાં હજી સુધી કોઈ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા નથી અને ગેટ લાઇન નો પ્રેશર ખૂબ જ જોવા મળ્યું હતું જો અહીં કોઈ અજાણ વ્યક્તિ બીડી ફેકે તો આગ લાગે અને મોટી દુર્ઘટના બને તેવું ગેસ વિભાગના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વધુમાં સ્થાનિકે જણાવ્યું હતું.

Reporter:

Related Post