News Portal...

Breaking News :

તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત

2024-11-28 09:40:45
તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત


આણંદ:  તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં મોત થયા છે.


વડદલા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે સ્ટાફ દોડી આવ્યો હતો,તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે.તારાપુર ધર્મજ હાઈવે પર આમ પણ અકસ્માત વારંવાર સર્જાતો હોય છે,ટ્રક લકઝરીની કે લકઝરી ટ્રકની ઓવરટેક કરવા ગયો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી,જોત જોતામાં ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતા,પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રાફિકને દૂર કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા.


પોલીસે મુસાફરો અને અન્ય લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.આ અકસ્માત વડદલા પાટીયા નજીક સર્જાયો હતો તો પેટલાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે,સમગ્ર ઘટનામાં પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

Reporter: admin

Related Post