News Portal...

Breaking News :

લારા દત્તાના પિતા અને વિંગ કમાન્ડર એલકે દત્તાનું નિધન

2025-05-31 20:23:44
લારા દત્તાના પિતા અને વિંગ કમાન્ડર એલકે દત્તાનું નિધન



મુંબઈ : બૉલિવૂડની જાણીતી લોકપ્રિય અભિનેત્રી લારા દત્તા અને તેમના પરિવાર પર મુસીબત આવી પડી છે. લારા દત્તાના પિતા અને વિંગ કમાન્ડર એલકે દત્તાનું નિધન થયું છે. લારા દત્તાના પિતા લલિતકુમાર દત્તાના અંતિમ સંસ્કાર મુંબઈમાં થશે. અભિનેત્રી તેના પતિ મહેશ ભૂપતિ સાથે પિતા લલિત કુમાર દત્તાના અંતિમ દર્શન કરવા પહોંચી હતી. લારા દત્તાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર દુખ જોવા મળી રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, લારા દત્તાએ આ જ મહિનામાં તેના પિતા લલિત કુમાર દત્તાનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં તેમણે એક લાંબી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


...

Reporter: admin

Related Post