વડોદરા : શહેરમાં હાલ ઠેર ઠેર ડ્રેનેજ અને રોડ રસ્તાના સમારકામ ચાલી રહ્યાં છે. ત્યારે હવે વડોદરા શહેરના અતિ મહત્વના અને મુખ્ય માર્ગોને જોડતા લાલબાગ બ્રિજ અને જેતલપુર બ્રિજ આવતીકાલથી એક મહિના સુધી વાહનોની અવર જવર માટે બંધ કરવાનો પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જોકે જેતલપુર બ્રિજ ઉપર વાહનોની અવર જવર આવતીકાલથી બંધ થશે, પરંતુ સર્વીસ રોડ પર ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીના કારણે આ રસ્તો અત્યારે પણ બંધ છે. જેથી આવતીકાલથી હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે.જેતલપુર બ્રિજ નિચે સર્વીસ રોડ પર છેલ્લા દિવસોથી ડ્રેનેજની કામગીરી ચાલી રહીં હોય ત્યારે સર્વીસ રોડ અવાર નવાર બંધ કરી દેવામાં આવે છે.
હવે જ્યારે જેતલપુર બ્રિજ ઉપર વાહનોની અવર જવર એક મહિના માટે બંધ કરવામાં આવશે તો રોજના હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવશે, હજી સુધી પાલિકા દ્વારા જેતલપુર બ્રિજ નિચેનો સર્વીસ રોડ હજી ચાલુ નથી કરાયો ત્યાં હવે શહેરના બે બ્રિજ બંધ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
Reporter: admin