કોલકાતા: દુર્ગા પૂજા પહેલા પશ્ચિમ બંગાળમાં ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ વિભાગ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી તેજ કરી છે. આ અભિયાન હેઠળ ટાંગરા વિસ્તારમાં આવેલી જાણીતી ચાઇનીઝ રેસ્ટોરન્ટ ‘બિગ બોસ’ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફ્રીઝરમાં કોઈ તારીખ દર્શાવ્યા વિના રાખવામાં આવેલી આશરે 500 કિલો માછલી અને ચિકન મળી આવ્યા હતા. અધિકારીઓએ આ ખાદ્ય સામગ્રી જપ્ત કરી ધાપા મોકલી હતી, જ્યાં બાદમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ફ્રીઝરમાં તારીખ વગરનું માંસ મળ્યું
અધિકારીઓના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન મોટી માત્રામાં માછલી અને ચિકન ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા. આ ખાદ્ય સામગ્રી પર પેકિંગ અથવા ઉપયોગ કરવાની તારીખ નોંધાયેલી ન હતી. ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમે આશરે 500 કિલો સામગ્રી જપ્ત કરી તેનો નાશ કર્યો હતો.
સોલ્ટલેકની કેક-પેસ્ટ્રીની દુકાનમાંથી સેમ્પલ લેવાયા
ખાદ્ય સુરક્ષા અભિયાન હેઠળ સોલ્ટલેક વિસ્તારમાં આવેલી ‘ફ્રેન્ચ લફ’ નામની કેક-પેસ્ટ્રીની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. ટીમે ત્યાંથી કેકના સેમ્પલ લીધા હતા અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં પણ ખાદ્ય સંસ્થાઓની તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

દુર્ગા પૂજા પહેલા ખાદ્ય સુરક્ષાની દેખરેખ વધારાઈ
દુર્ગા પૂજા દરમિયાન રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. આથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા દેખરેખ વધારવામાં આવી છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી ચાલુ રહેશે.
1થી 8 સપ્ટેમ્બર સુધી ફૂડ સેફ્ટી વીક
રાજ્યમાં 1થી 8 સપ્ટેમ્બર સુધી ફૂડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. અભિયાનની શરૂઆત કોલકાતાના હૉગ માર્કેટ એટલે કે ન્યૂ માર્કેટ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Reporter: admin