News Portal...

Breaking News :

ગાંધીનગરમાં 23 ઓક્ટોબરથી 15મો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ 2026

2026-09-03 13:58:39
ગાંધીનગરમાં 23 ઓક્ટોબરથી 15મો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ 2026

વડોદરા: લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ 2026નું આયોજન 23થી 26 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. મેળાના આયોજન અંગે માહિતી આપવા માટે વડોદરામાં લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરના જનરલ મેનેજર કે.વી. મોરી સહિત વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. 

લઘુ ઉદ્યોગ ભારતી, વડોદરાના પ્રમુખ વિરલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મેળો એમએસએમઈ ઉદ્યોગો માટે ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસનું મજબૂત પ્લેટફોર્મ બનશે. સાથે જ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝનને પણ વધુ મજબૂતી મળશે.

લગભગ 50 હજાર ચોરસ મીટરના ટ્રેડ એરિયામાં યોજાનારા આ મેળામાં 1.5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. જ્યારે મેળા દરમિયાન અંદાજે રૂ. 1000 કરોડના વેપાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેળામાં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ફાર્મા, પ્લાસ્ટિક, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ સહિતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે.

મેળાને એમએસએમઈ મંત્રાલય, એનએસઆઈસી, જીઈએમ, જીઈડીએ, ઇન્ડિયન રેલવે અને વોકલ ફોર લોકલ સહિત વિવિધ સરકારી સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે. લઘુ ઉદ્યોગ ભારતીનું 27 રાજ્યોના 580 જિલ્લાઓમાં 961 શાખાઓ અને 70 હજારથી વધુ સભ્યોનું નેટવર્ક છે. જેના પરિણામે મેળામાં ભાગ લેનારા ઉદ્યોગોને વેપાર વિસ્તરણ અને નવા વ્યવસાયિક અવસરો મેળવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

Reporter: admin

Related Post