News Portal...

Breaking News :

કાદવમાં નીકળી અંતિમયાત્રા, ખોયા ગામમાં તંત્ર સામે રોષ

2026-07-28 10:34:58
કાદવમાં નીકળી અંતિમયાત્રા, ખોયા ગામમાં તંત્ર સામે રોષ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખોયા ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોની મુશ્કેલી સામે આવી છે. ગામમાં પાકો રસ્તો અને સ્મશાનગૃહની સુવિધા ન હોવાને કારણે વરસાદી માહોલમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખોયા ગામના 60 વર્ષીય કાળુભાઈ નાયકનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહને ગોઠણસમા કાદવ અને પાણી ભરેલા રસ્તામાંથી પસાર કરીને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો. આ દૃશ્યોએ ગામમાં વર્ષોથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની સમસ્યાને ઉજાગર કરી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે ગામના રસ્તાઓની હાલત વધુ ખરાબ બની જાય છે. વરસાદના કારણે કાદવ-કીચડ અને પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન પણ પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.


ચૂંટણી બાદ વાયદા ભૂલાયાનો ગ્રામજનોનો આક્ષેપ, 

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે વિકાસના વાયદા કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ગામની સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાકો રસ્તો બનાવવા તેમજ સ્મશાનગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.a

Reporter: admin

Related Post