વડોદરાના આટલા વર્ષોમાં પહેલી વાર કોઈ કમિશનર ને પૂર માટે આવો વિચાર આવ્યો
ચોમાસુ આવે એટલે શહેરીજનોના જીવ અદ્ધર થઇ જાય છે કારણ કે વરસાદી કાંસોની અને ગટર લાઇનની યોગ્ય સફાઇ જ ના થવાના કારણે એકથી દોઢ ઇંચ વરસાદમાં પણ પાણીનો એટલો ભરાવો થઇ જાય છે કે લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણી ફરી વળે છે અને લાખોનું નુકશાન થાય છે. જો કે કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડે.કમિશનરે નવો ચીલો ચાતર્યો છે. પાલિકા ના ડે કમિશનર પૂર્વ ઝોને Quick Responese Team (QRT) બનાવી છે. વડોદરા ના આટલા વર્ષો માં પહેલી વાર કોઈ કમિશનર ને પૂર માટે આવો વિચાર આવ્યો હશે. આવી જ રીતે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ માં પણ ખાસ ટીમ બનાવની જરૂર છે જેથી ઇમરજન્સીમાં લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કરી શકાય...આ માટે જે આદેશ કરાયો છે તેમાં લખાયેલું છે કે વરસાદ, વાવાઝોડા અને પવન કે વંટોળ જેવી સ્થિતીમાં આકસ્મિક રીતે ઝાડ પડી જવા રોડ બ્લોક થવા, વરસાદનું પાણી ભરાઇ રહેવું જેવી સ્થિતીમાં તેને નિવારવા તથા સમયસર તેનું નિરાકરણ થાય તે હેતુંથી તેને ધ્યાનમાં લેવા ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છ્. જેમાં વોર્ડ નંબર 4, 5, 6 અને 14 અને 15 તથા ગાર્ડન શાખા અને ફાયર શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરાયો છે અને તેમાં તેમના ટેલિફોન નંબર પણ લખવામાં આવ્યા છે. આ આવકારદાયક પગલું છે.
વડોદરાની ભૂગોળ જાણતા હોય તેવા લોકોને ટીમમાં લો.
સામાન્ય રીતે આ પ્રકારની ક્વીક રિસ્પોન્સ ટીમમાં એવા લોકોનો સમાવેશ કરવો જોઇએ કે જેમાં જે તે વિસ્તારના ભૌગોલિક વિસ્તારથી વાકેફ હોય તેવા અધિકારી અને કર્મચારીનો સમાવેશ કરવો જોઇએ. પૂર્વ ઝોનમાં જે ટીમ બનાવાઇ છે તેમાં અમારી જાણ મુજબ જેમ ફાયર વિભાગમાંથી સીએફઓ જેમ વડોદરા થી વાકેફ નથી અને નવા છે એવી રીતે જે ફાયર ના કર્મચારી લીધા છે જેમાં મોટા ભાગના વડોદરા થી વાકેફ નથી. ખરેખર તો ટીમ માં એવા લોકો ને લેવા જોઈએ જે વડોદરાની ભૂગોળ જાણતાં હોય
Reporter: