News Portal...

Breaking News :

રથયાત્રા-પેટાચૂંટણી પહેલાં કપુરાઈમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

2026-07-14 12:05:55
રથયાત્રા-પેટાચૂંટણી પહેલાં કપુરાઈમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

વડોદરા શહેરમાં આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા તેમજ 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કપુરાઈ પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન હેઠળ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


ગુરુકુળ સર્કલથી સોમા તળાવ ચાર રસ્તા થઈ કપુરાઈ ચોકડી સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગ પર ગેરકાયદેસર તેમજ અવરોધરૂપ પાર્ક કરાયેલા વાહનો અને અન્ય અડચણરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.


આ ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 15 ઈ-ચલણ ફટકારવામાં આવ્યા હતા, જ્યારે મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ 2 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે રથયાત્રા અને પેટાચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Reporter: admin

Related Post