રાહુલ ગાંધીને હરહમેશ કઈ ને કઈ એવું બોલવાની આદત છે જે વિવાદિત હોય છે, તાજેતરમાં હિંદુઓ ધર્મ વિશે બફાટ કર્યો હતો એ પછી તેનો કોઈ અલગ તાર કાઢ્યો હતો .
રાહુલ ગાંધી એ એક દિવસ પેહલા કહ્યું હતું કે ઈન્ડિયા એરલાયન્સે ફૈઝાબાદ લોકસભા સીટ જીતીને બીજેપીના રામ મંદિર આંદોલનને ખતમ કરી દીધું છે.અયોધ્યા ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારમાં આવેલ છે. રાહુલ ગાંધી એવો વિશ્વાસ ધરાવે છે કે ૨૦૨૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને ગુજરાતમાં હરાવી દેશે.આ બાબતે જ્યોતિરાદિત્ય સિંધિયા એ વળતો જવાબ આપતા કહ્યું હતું કે ઘણા લોકો ઊંચા સપના જોતા હોય છે , વધુ માં તેમને કહ્યું કે તાજેતર ની ચૂંટણી માં કોંગ્રેસ ૧૩ રાજ્યો માં થી ખાતું ખોલાવી શક્ય નથી. માટે પેહલા પોતાને જુઓ અને પછી બીજાની વાતો કરો.
કોંગ્રેસના આવા સપનાઓ ક્યારેય સાકાર થવાના નથી. ગુજરાત તો ભાજપનું ગઢ છેને એના માટે ના સપના કોંગ્રેસના ક્યારેય પુરા થવાના નથી. કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા તેમને જણાવ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મ નો અનાદર કરી રહ્યા છે. સતત ૩ વખત વિપક્ષ માં બેસાડ્યા પછી પણ ઘમંડ ઓછું થતું નથી આ ઘમંડ એમની પડતી ની નિશાની છે .જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ સીટો જીતી હતી. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા 240 બેઠકો જીતવામાં હતી, જ્યારે કોંગ્રેસે પાછલી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન બતાવ્યું હતું અને 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસે પેહલા કરતા સારું પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ આ વાત નું ઘમંડ ન રાખતા પેહલા પોતાનું જોવું જોઈએ અને પછી બીજા વિશે વાતો ઉડાવવી જોઈએ. રાહુલ ગાંધી ના નિવેદન પાર પડતો જવાબ સિંધિયા એ આપ્યો છે .
Reporter: News Plus