News Portal...

Breaking News :

જાપાનના ક્યુશૂમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

2026-07-28 13:36:45
જાપાનના ક્યુશૂમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

ટોક્યો: જાપાનના ક્યુશૂ વિસ્તારમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાપાન હવામાન એજન્સી (JMA) દ્વારા ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભૂકંપ બાદ દરિયામાં 3.28 ફૂટ જેટલી ઊંચી લહેરો નોંધાઈ હતી. પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવાની અપીલ કરી છે.

જાપાન સરકારે ક્યુશૂ દ્વીપના કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી સહિતના પ્રાંતોમાં ચેતવણી જાહેર કરી છે. જાપાનના ભૂકંપ માપદંડ મુજબ આ ભૂકંપની તીવ્રતા ‘શિંદો-7’ સુધી નોંધાઈ છે, જેના કારણે લોકો માટે ઉભા રહેવું પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભૂકંપના આંચકાથી અનેક ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. હાલ રાહત અને બચાવ ટીમો સક્રિય કરવામાં આવી છે અને નુકસાન અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post