News Portal...

Breaking News :

ઈઝરાયેલનું ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન : દરેક ઘરમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો

2024-10-26 10:01:42
ઈઝરાયેલનું ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન : દરેક ઘરમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો


તહેરાન : હમાસનો ખાત્મો કરવા માટે ગાઝા પટ્ટીનો સફાયો કાઢ્યા પછી હવે ઈઝરાયેલે લેબનોનમાં હુમલા શરૂ કરી લેબનોનમાં પૂર્ણ સ્તરનું અભિયાન શરૂ કર્યું છે.


હવે ઈઝરાયેલે હીઝબુલ્લાના આતંકી સ્થળોનો નાશ કરવા પડોશી દેશ ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. આ સમયે તેને દરેક ઘરમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવતાં સમગ્ર વિશ્વ ચોંકી ઊઠયું છે. લેબનોન પર કાર્યવાહી વચ્ચે ઈઝરાયેલે ગાઝાની દક્ષિણે ખાન યુનિસ પર શુક્રવારે હુમલો કરતા ૩૮ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ ઈરાને ઈઝરાયેલ તેના પર હુમલો કરે તો ૧,૦૦૦ જેટલા મિસાઈલોથી યહુદી દેશ પર આક્રમણ કરવાની તૈયારી કરી લીધી છે.ગાઝાને ઘમરોળીને હમાસનો ખાત્મો બોલાવ્યા પછી હવે ઈઝરાયેલે લેબનોનમાં આતંકી સંગઠન હીઝબુલ્લાને નિશાન બનાવ્યું છે. છેલ્લા એક મહિનામાં હીઝબુલ્લાના ટોચના લીડર્સને ખતમ કરવાની સાથે ઈઝરાયેલે હવે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. 


ઈઝરાયેલના સૈન્યની એટજિયોની બ્રિગેડની ૮૧૦૩ બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ એલિશામાન જેકબનું કહેવું છે કે અમે ૨૦૦ દિવસથી રિઝર્વ ડયુટીમાં તૈનાત છીએ. પરંતુ આવું દૃશ્ય ક્યાંય જોયું નથી. લેબનોનના ગામોમાં લગભગ દરેક ઘરોમાં શસ્ત્રોનો જંગી જથ્થો મળ્યો છે, જેમાં હેન્ડ ગ્રેનેડ્સ, મોર્ટાર, એન્ટી-ટેન્ક મિસાઈલ, એસોલ્ટ રાઈફલ, એન્ટી ટેન્ક માઈન અને એન્ટી પર્સનલ ક્લેમોર સ્ટાઈલ માઈન્સનો સમાવેશ થાય છે.  જેકબે દાવો કર્યો છે કે આ જથ્થો જોતાં હીઝબુલ્લાહ ઈઝરાયેલ પર ગયા વર્ષના ૭ ઑક્ટોબરે હમાસ જેવો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હતું.

Reporter: admin

Related Post