રથયાત્રા પૂર્વે વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તેના ભાગરૂપે ઇસ્કોન મંદિરમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનોની મદદથી સમગ્ર મંદિર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓએ મંદિરના પ્રવેશદ્વાર, પ્રાર્થના હોલ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના સંવેદનશીલ સ્થળોની બારીકાઈથી ચકાસણી કરી હતી. શ્વાન દળની મદદથી પણ સમગ્ર પરિસરને સ્કેન કરવામાં આવ્યું હતું.
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
રથયાત્રા દરમિયાન શહેરના વિવિધ ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે.
Reporter: admin







