News Portal...

Breaking News :

પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ સાંસદોનું મોંઘવારી ભથ્થું 24 ટકા વધ્યું, પેશન-પગાર વધારો થયો

2025-03-24 18:22:01
પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ સાંસદોનું મોંઘવારી ભથ્થું 24 ટકા વધ્યું, પેશન-પગાર વધારો થયો


દિલ્હી : દેશભરના સાંસદોની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-1954 હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે.’




સાંસદોના પગારમાં કેટલો વધારો થશે?
સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ, સાંસદોના પગાર, દૈનિક ભથ્થું અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદોને પહેલા મહિને રૂપિયા 1,00,000 પગાર મળતો હતો, જે વધારીને 1.24 લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું (Daily Allowance) રૂપિયા 2000થી વધારી 2500 કરવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25000થી વધારીને 31000 કરવામાં આવ્યું છે. જ્યારે વધારાનું પેન્શન (5 વર્ષથી વધુ સેવા માટે) રૂ. 2000થી વધારીને 2500 કરવામાં આવ્યું છે.


Reporter:

Related Post