News Portal...

Breaking News :

ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી

2024-09-29 09:48:05
ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી


નવી દિલ્હી : ભારતીય સેનાએ ચીન સરહદે યુદ્ધ ક્ષમતા વધારી છે. તેના માટે સૈન્યે ૧૦૦ કે-૯ વ્રજ તોપ, ગ્રુપ ડ્રોન અને સર્વેલન્સ સિસ્ટમ સહિત અનેક હથિયારો સરહદ પર તૈનાત કર્યા છે. 


બીજીબાજુ પૂર્વીય લદ્દાખમાં ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ પોઈન્ટ વધારી દીધા છે. ભારતીય જવાનો હવે ૬૫ના બદલે ૭૨ પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ કરશે.ભારતીય સૈન્યમાં તોપખાના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ અદોષ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા પડકારોને જોતા તોપખાના યુનિટની ક્ષમતા વધારવા માટે વિવિધ ઈક્વિપમેન્ટ ખરીદવામાં આવી રહ્યા છે. ૨૮ સપ્ટેમ્બરે તોપખાના રેજિમેન્ટની ૧૯૮મા સ્થાપના દિવસ પહેલા અદોષ કુમારે કહ્યું કે, આજે આપણે જે ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યા છીએ તેવું પહેલાં ક્યારેય નહોતું કર્યું.ઉત્તરીય સરહદે સૈન્યની પ્રહાર ક્ષમતા વધારવા માટે કે-૯ વ્રજ, ધનુષ અને શારંગ સહિત મોટી સંખ્યામાં ૧૫૫ મીમી ગન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. સૈન્યે પહેલા ૧૦૦ કે-૯ વ્રજ તોપ તૈનાત કરી છે અને વધુ ૧૦૦ તોપ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે.


અદોષ કુમારે કહ્યું કે, કે-૯ વ્રજ તોપ મુખ્યરૂપે રણ વિસ્તારમાં તૈનાત કરવા ખરીદવામાં આવી હતી, પરંતુ પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ઘર્ષણ પછી સૈન્યએ આ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં આ તોપો તૈનાત કરી છે. અમે અન્ય ૧૫૫ મીમી ગન સિસ્ટમ પણ સરહદે તૈનાત કરવાની પ્રક્રિયામાં છીએ, જેમાં એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન, સિસ્ટમ, માઉન્ટેડ ગન સિસ્ટમ અને ટોડ ગન સિસ્ટમનો સમાવેશ થાય છે.ડીઆરડીઓ ભારતીય સૈન્ય માટે હાઈપરસોનિક મિસાઈલ વિકસાવવાની પ્રક્રિયામાં છે. હાઈપરસોનિક મિસાઈલો પાંચ મેક અથવા ધ્વનિની ગતિથી પાંચ ગણી વધુ ગતિએ ઉડવા સક્ષમ છે. ભારત હવે લાંબા અંતરની ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોને સૈન્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post