News Portal...

Breaking News :

ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) અમલમાં, વેપાર અને રોકાણને મળશે નવી ગતિ

2026-07-15 15:28:41
ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) અમલમાં, વેપાર અને રોકાણને મળશે નવી ગતિ

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેનો મુક્ત વેપાર કરાર (Free Trade Agreement-FTA) બુધવારથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. લગભગ ત્રણ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી વાટાઘાટો બાદ લાગુ થયેલા આ કરારને બંને દેશોના વેપારિક અને આર્થિક સંબંધોમાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

આ કરાર હેઠળ ભારતના અંદાજે 99 ટકા નિકાસ ઉત્પાદનોને યુકેના બજારમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે. જેના કારણે ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ચામડાના ઉત્પાદનો, એન્જિનિયરિંગ માલ, દરિયાઈ ઉત્પાદનો અને આઈટી સેવાઓ જેવા ક્ષેત્રોને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે.


બીજી તરફ, ભારત પણ તબક્કાવાર રીતે યુકેથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પરની આયાત શુલ્કમાં ઘટાડો કરશે. જેના પરિણામે આગામી સમયમાં બ્રિટિશ કાર, સ્કોચ વિસ્કી અને અન્ય પ્રીમિયમ ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ ભારતના નાના ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર અને નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનવામાં મદદ મળશે.

Reporter: admin

Related Post