ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન ફરી એકવાર શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
ટીમમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી પસંદગી મધ્યપ્રદેશના યુવા ઓલરાઉન્ડર સારાંશ જૈનની રહી છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શનના આધારે તેમને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
વિકેટકીપર તરીકે ઋષભ પંત અને ધ્રુવ જુરેલની પસંદગી કરવામાં આવી છે. બેટિંગ વિભાગમાં યશસ્વી જયસવાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલને સ્થાન મળ્યું છે. જ્યારે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથાર ટીમનો ભાગ છે.
ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રીત બુમરાહ સંભાળશે. તેમની સાથે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બરાડને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની પસંદગી BCCI સેન્ટર ઑફ એક્સલન્સ (COE) તરફથી ફિટનેસ મંજૂરી મળવા પર નિર્ભર રહેશે.
આ ઉપરાંત, BCCIએ જણાવ્યું છે કે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા, તેથી તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
- * કેપ્ટન: શુભમન ગિલ
- * ઉપ-કેપ્ટન: કેએલ રાહુલ
- * યશસ્વી જયસવાલ
- * ઋષભ પંત (વિકેટકીપર)
- * સાઈ સુદર્શન*
- * ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
- * રવિન્દ્ર જાડેજા
- * કુલદીપ યાદવ
- * માનવ સુથાર
- * જસપ્રીત બુમરાહ*
- * મોહમ્મદ સિરાજ
- * પ્રસિદ્ધ કૃષ્ણા
- * ગુરનૂર બરાડ
- * દેવદત્ત પડિક્કલ
- * સારાંશ જૈન
*સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની પસંદગી ફિટનેસ મંજૂરીને આધીન રહેશે.
Reporter: admin







