‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદમાં કોમેડિયન સમય રૈના અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. શોમાં કરવામાં આવેલી કથિત વાંધાજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓને લઈને અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી FIR સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.
સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સામાજિક નૈતિકતા અને જવાબદારીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોર્ટે બંનેને કોર્ટના આદેશોનું પાલન કરવાની કડક સૂચના પણ આપી હતી.
‘કોર્ટને હળવાશથી ન લો’
સુનાવણી દરમિયાન સમય રૈનાના કેનેડામાં યોજાયેલા એક શોનો પણ ઉલ્લેખ થયો હતો. આ મામલે ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે “કોર્ટને હળવાશથી ન લો.” કોર્ટે યુવાનો અંગે પણ કડક વલણ અપનાવ્યું હતું.
શું હતો સમગ્ર વિવાદ?
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને અપુર્વા મુખીજા સામેલ થયા હતા. આ દરમિયાન રણવીરની એક ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ સમય રૈના, રણવીર અલ્હાબાદિયા સહિત અન્ય લોકો સામે વિવિધ સ્થળોએ FIR નોંધાઈ હતી.
વિવાદ વધ્યા બાદ સમય રૈનાએ શોના તમામ એપિસોડ યુટ્યુબ પરથી હટાવી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંનેને આ મામલે મોટી કાનૂની રાહત મળી છે.
વિવાદ વધ્યા બાદ સમય રૈનાએ શોના તમામ એપિસોડ યુટ્યુબ પરથી હટાવી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંનેને આ મામલે મોટી કાનૂની રાહત મળી છે.
Reporter: admin







