મહીસાગર: લુણાવાડા-સંતરામપુર રોડ પર રાફઈ ગામ નજીક કાર અને દૂધ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. બંને વાહનો વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ટક્કર બાદ કારમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ કારનો કાટમાળ હટાવી ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો.
રાફઈ ગામ નજીક અકસ્માત
લુણાવાડા-સંતરામપુર રોડ પર રાફઈ ગામ નજીક બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં લુણાવાડા તાલુકા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બંને વાહનોની ઝડપ સહિતની વિગતો અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બંને વાહનોની ઝડપ સહિતની વિગતો અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin