News Portal...

Breaking News :

ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારતનો ઐતિહાસિક વિજય, પાંચેય વિદ્યાર્થીઓએ જીત્યા ગોલ્ડ મેડલ

2026-07-13 14:53:33
ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારતનો ઐતિહાસિક વિજય, પાંચેય વિદ્યાર્થીઓએ જીત્યા ગોલ્ડ મેડલ

કોલંબિયાના બુકારામાંગા શહેરમાં યોજાયેલી 56મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ (IPhO) 2026માં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના 87 દેશોની ભાગીદારી વચ્ચે ભારતીય ટીમના તમામ પાંચ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારતે ચીન, રશિયા, કઝાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સાથે સંયુક્ત રીતે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભારતના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં દેશની સંપૂર્ણ ટીમે ગોલ્ડ મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓની આ સિદ્ધિને વૈશ્વિક સ્તરે દેશની વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.

શિક્ષણવિદો અને વૈજ્ઞાનિક વર્તુળોએ ભારતીય વિદ્યાર્થીઓની આ સફળતાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. યુવા પ્રતિભાઓના આ પ્રદર્શનથી આગામી પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે નવી પ્રેરણા મળશે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ દેશભરમાં વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Reporter: admin

Related Post