News Portal...

Breaking News :

અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસિસના 12મી બ્રાન્ચનો શુભારંભ

2025-04-17 11:38:58
અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસિસના 12મી બ્રાન્ચનો શુભારંભ


વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસિસ એટલે જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયાની માંજલપુર ખાતે બીજી અને વડોદરા ખાતે 12મી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યું હતું.



આજના યુગમાં જ્યાં યુવા પેઢી,બાળકોથી લઈને યુવાનો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે જેની અસર તેઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.આજના સમયની તાતી જરૂરિયાત એટલે શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે જ શિસ્ત અને સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષા એ ખૂબ જ જરૂરી બની છે.આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વાસ્થ્ય, શિસ્ત અને સ્વરક્ષણ પર ભાર મૂકી એક મહિમ ચલાવી રહ્યા છે ત્યારે અત્યારના સમયમાં ત્રણેય બાબતો જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શિસ્ત અને ખાસ કરીને સ્વરક્ષણની તાલીમ એ એકમાત્ર કરાટે થકી જ મળી શકે છે. જે રીતે દેશમાં નાની વયની દીકરીઓ મહિલાઓ ની છેડતી, બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે સાથે જ યુવાઓ કે પુરુષો સાથે પણ મારામારી જેવી ઘટનાઓ બની રહી છે તેવા સંજોગોમાં કરાટેની તાલીમ ખૂબ જ અગત્યની છે.કરાટે થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે શિસ્ત આવે છે શિસ્ત થકી આપ ગમે તેવા સંજોગોમાં પોતાના મસ્તિષ્ક પર કંટ્રોલ કરી શકો છો સાથે જ આત્મરક્ષા કરી શકો છો 


ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન - ઇન્ડિયા દ્વારા ડાયરેક્ટર અને ચીફ કોચ જયેશ ધાયબર, હેતલ જયેશ ધાયબર તથા રેખા પંચાલની આગેવાનીમાં ઘણા ખેલાડીઓ દેશ વિદેશમાં કરાટે માં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે વડોદરાનું અને જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન નું નામ પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે બુધવારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જય અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસ એટલે જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયાની બીજી અને વડોદરાની 12મી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શારદા સ્ટીલ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર નરેશ પંચાલ, જે.કે.મોટર્સના માલિક જીયા પરમાર,જય અંબે સ્કૂલના ચેરમેન અમીત શાહ, જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયાના ડાયરેક્ટર જયેશ ધાયબર, હેતલબેન ધાયબર, રેખા પંચાલ તથા શિવ રાજપૂત અને જીજ્ઞેશ મોચી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અહીં 70 વિધ્યાર્થીઓ કરાટેના ક્લાસમાં તાલિમ લીધી હતી.

Reporter: admin

Related Post