સરદાર પટેલ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તથા હોસઈ યુનિવર્સિટી, જાપાનના સંયુક્ત ઉપક્રમે જાપાન-ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના “Gender and Health in Japan and India : A Comparative Perspective Concerning SDGs” વિષય આધરિત સેમીનારનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો
આજથી સ.પ.યુ.ના એમ.પી.પટેલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સેમિનારમાં આશરે ૧૭ રાજ્યોમાંથી સંખ્યાબંધ પ્રતિનિધિઓ, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ પાંચ દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં ૭૧ જેટલા પેપર રજૂ થશે. આજના ઉદ્ઘાટન સમારોહમાં આ સેમિનારના કન્વીનરપદે રહેલા ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રો.ડૉ.શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધીવત રીતે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રો.મિશ્રાએ જણાવ્યું હતું કે અમે જેન્ડર સમાનતાના લક્ષ્યને હાંસલ કરવો હતો તથા તેના અમલીકરણ કરીને જરૂરી બદલાવ લાવવાનો પણ છે. જેન્ડર અને હેલ્થ એ માત્ર એક દ્રષ્ટિકોણ નથી તેને આર્થિક, સામાજિક અને અન્ય કેટલાક દૃષ્ટિકોણની સાથે સવિસ્તર સમજીને આગળની કામગીરી કરવી પડશે.
મને આશા છે કે, ભારત અને જાપાન જેન્ડર હેલ્થના મુદ્દે સંસ્કૃતિક આદાનપ્રદાન પણ કરશે. આ પ્રસંગે પ્રો.ડૉ.નિરંજન પટેલ, કુલપતિશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમનો સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, જેન્ડર હેલ્થ સંદર્ભે બંને દેશોના તુલનાત્મક અભ્યાસ અંગે થનારી મહત્વની ચર્ચાઓ અને તેની ફલશ્રુતિ સ્વરૂપે Sustainable Development Goalsને પહોચી વળવા માટેના અત્રેની થનારા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીના આંગણે આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય સેમીનાર આયોજિત થયો છે તે અંગેનું ગૌરવ વ્યક્ત કરીને અત્રે ઉપસ્થિત સૌ નિષ્ણાતો જેન્ડર સમાનતા અને ખાસ કરીને જેન્ડર હેલ્થના મામલે પ્રવર્તતી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે તેવી નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જાપાન ફાઉન્ડેશનના કોજી સાતોએ બંને યુનિવર્સિટી દ્વારા થયેલા આ મહત્વના આયોજનને બિરદાવ્યું હતું અને જેન્ડર આરોગ્ય-શિક્ષણ અને અન્ય કેટલાક મુદ્દે પ્રવર્તતી અસમાનતા વિષે ચિંતા વ્યક્ત કરીને આ દિશામાં સમાનતા કેળવી સ્વસ્થ સમાજ-દેશ અને દુનિયાનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. આ તબક્કે જાપાનની હોસેઈ યુનિવર્સિટીના કન્વીનરપદે રહેલા એસોસિયેટ પ્રોફેસર અને આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડૉ.એઇકો સેકીએ પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. દરમિયાનમાં એડવોકેટ કૃપા શાહ વ્યાસે જેન્ડર અને હેલ્થ તથા પોસ એક્ટ ની જોગવાઈઓ ભારત તથા જાપાનમાં કેવી છે તેની રજૂઆત કરી હતી.ઉદ્ઘાટન સમારોહમાં M.S.Uni ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પ્રોફેસર ડૉ.બિજી થોમસે ,મોક્ષિતા ધાગધરીયા, અનામિકા ક્રિસ્ટી, મનિષા પરમાર સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin