સુરત : દાદરા નગર હવેલી ખાતે એક ભયાવહ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો ડૂચો વળી ગયો હતો.
સુરત પાસિંગની કારનો અકસ્માત સર્જાતા સ્થાનિકો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરાં કાપવા પડ્યાં હતાં.દાદરા નગર હવેલીના દૂધની ખાતે ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સુરત પાર્સિંગની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચમાંથી ચારના મોત નીપજ્યાં હતાં. સુરત પાર્સિંગની ગાડી લઈને સહેલાણીઓ ફરવા આવેલા હતા.તે વખતે જ અકસ્માત સર્જાયો હતો.
જેથી તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતાં. જેમણે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.અકસ્માતના કારણ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું કે, રોડની સાઈડમાં પડેલા મોટા પથ્થરો સાથે કાર ટકરાતા કારનો ખુરદો વળી ગયો હતો. બુધવારે સાજે સમગ્ર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચ પૈકી એક જણાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્યના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયા છે. ઘટના બનતા દાદરા નગર હવેલી પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Reporter: admin