જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવી. પુરવઠાતંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી.
આ અંગે જિલ્લા ના અધિક નીવાસી કલેકટર રાજેશ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર ને મળેલી ચોક્કસ બાતમી આધારે પુરવઠા વિભાગ ની ટિમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર નંબર ના ટ્રક ને રોકી તલાશી લેતાં ટ્રક માંથી 380 કટા માં 19240 kg શંકાસ્પદ સરકારી ચોખા નો જથ્થો મળી આવતા આ ચોખા ને પરીક્ષણ અર્થે લેબ માં મોકલી આપવામાં આવ્યા છે સાથે જ અનાજ સાથે ટ્રક ને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ કિસ્સામાં પણ સુત્રાપાડા ના કાદુ ઉર્ફે ધીરુ બારડ ની શંકાસ્પદ ભૂમિકા તંત્ર ના ધ્યાને આવી હોવાનું પણ જણાવ્યું હતું, હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપની ની બિલ ટી રજૂ કરવામાં આવતા આ પેઢી ની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દોઢેક માસ પૂર્વે સુત્રાપાડા ના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેકટરે દરોડો પાડી મસ મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સુત્રાપાડા ના જ અમરાપુર ગામના કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી સાથે પોલીસમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે જેની તપાસ હજુ ચાલી રહી છે તે દરમિયાન આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃતિને સતત ચાલુ રાખી ફરી એકવાર ગરીબો નું અનાજ બારોબાર વેચી મારવાનું કાંડ પકડતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Reporter: News Plus