News Portal...

Breaking News :

IIT બાબાના અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી : જામીન પર છોડી દેવાયા

2025-03-03 17:43:54
IIT બાબાના અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી : જામીન પર છોડી દેવાયા


જયપુર : સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી. 


ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IIT બાબાની અટકાયત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જેથી તેના પર NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ, પોલીસે સમગ્ર મામલે IIT બાબાની પૂછપરછ શરૂ કરી છે. આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. 


તેમણે કહ્યું કે, ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તુરંત જામીન મળી ગઈ છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે, હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરૂ છું, બીજું કોઈ નથી મારા જીવનમાં.'

Reporter: admin

Related Post