સાવલી તાલુકાની અજબપુરા ગામ પાસે પસાર થતી મેસરી નદી પર અને શિહોરા ગામ પાસે કરડ નદી પર આશરે ૨૪ કરોડના ખર્ચે બંને પુલનું સરકાર દ્વારા નવીન પુલ મંજૂર કરવામાં આવ્યા હતા

આ પુલ પ્રારંભથી જ ભારે વિવાદમાં રહ્યો છે અને વખત તો વખત સ્થાનિક રહીશો દ્વારા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના આક્ષેપો થતા રહ્યા છે આ પુલ પૂર્ણ કરવાની તારીખ ૨૦૨૨ હતી પરંતુ ઇજારેદાર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ પુલ ૨૦૨૪ ની દિવાળી સમયે રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો હતો પરંતુ માત્ર છ મહિનાના ગાળામાં જ આ પુલ ખખડધજ થઈ ગયો છે અને અકસ્માતને નિમંત્રણ આપતો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે અને પુલના સળિયા પણ દેખાવા લાગ્યા છે પરિણામે રાહદારીઓને અવરજવર કરવા માટે ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે અને વારંવાર અકસ્માતના બનાવો બને છે સાથે સાથે મસ્ મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે રાજ્ય સરકાર તરફથી પ્રજા ની માંગણી અને સવલત માટે વર્ષો જૂના પુલને માતબર રકમ ખર્ચીને નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતના કારણે પ્રજાના નાણાં પાણીમાં ગયા હોય તેવી સ્થિતિનું સર્જાઈ છે આ નવીન પૂલ બન્યા અને રાહદારી ઓ માટે ખુલ્લો મૂક્યા બાદ એક ચોમાસુ પણ વિત્યું નથી અને પુલ ખખડધજ થઈ ગયો છે ત્યારે ચોમાસામાં આ રોડની હાલત કેવી થશે ?? તે વેધક સવાલો તાલુકા જનો કરી રહ્યા છે સાવલી ડેસર ટીંબા વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને હજારો ડમ્પર ૨૪ કલાક આ પુલ પરથી રેતી કપચી ગ્રેટ મેટલ સહિતના ખનીજો લઈને ભારદારી વાહનો તેમજ ઓવરલોડ વાહનો અવરજવર કરી રહ્યા છે

ત્યારે આ પુલમાં દોઢ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે જો પુલ બેસી ગયો તો ભારે ગોઝારો અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આમ આ પુલ ની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને હલકી કક્ષા નું મટીરીયલ વપરાયું હોવાની બૂમો ઊઠવા પામી છે હાલમાં જ રાજ્ય સરકારે સાવલી થી ડેસર માર્ગને 389 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી આપી છે ત્યારે આવા ઇજારદારો અને અધિકારીઓ સામે લગામ કસાય અને ગુણવત્તા સભર કામગીરી થાય તે માટે જરૂરી સુપરવિઝન થાય તે જરૂરી થઈ પડ્યું છે. સાવલીની કરડ નદી પર બનેલ નવીન પુલ છ મહિનાના ટૂંકા ગાળામાં જ તૂટી જતા ભારે ચર્ચા જાગી છે જ્યારે ગત ચોમાસામાં આ જ ઇજારદાર દ્વારા પ્રોટેક્શન વોલ આરસીસી ની બનાવવામાં આવી હતી અને તૂટી જતા એક રાહદારી યુવકનું મૃત્યુ પણ નીપજ્યું હતું તેમ છતાંય તંત્રએ આ ઘટના પછી બોધપાઠ લીધું હોય તેવું લાગતું નથી ચોમાસા દરમિયાન આ પૂલની બાજુમાં બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ ના તૂટી જવાથી નરેન્દ્રસિંહ પરમાર નામના યુવક પર દીવાલ પડવાથી મૃત્યુ થયું હતું બાદ માં રાજ્ય સરકારે મૃતક ના પરિવાર ને ચૂકવી હતી સાથે સાથે આ બાબતને ભારે ગંભીરતાથી લઈ ને ધારાસભ્ય કેતન ઈનામદારે આ પુલ બન્યો ન હતો અને તિરાડો અને ગાબડા પડતા તારીખ ૨૭/૯/૨૦૨૪ ના રોજ આ પુલ ની વિજિલન્સ તપાસ અને કોન્ટ્રાકટર અને અધિકારી ઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ને પાઠવ્યો હતો પરંતુ અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કોઈ કાર્યવાહી થઈ હોય એવા અહેવાલ સાંપડી રહ્યાં નથી અને બિનધાસ્ત પણે કામ ચાલુ છે ત્યારે સમગ્ર તાલુકાના રાહદારીઓ અને પંથકવાસીઓ આ પુલ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે


Reporter: admin