રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓને મળતી સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી મેળવી HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સ્ટ્રેચર, સેનિટેશન, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે પણ મંત્રીએ સ્થળ પર વિગતો મેળવી હતી. ધ્યાન પર આવેલી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે સિવિલ સર્જન, સુપરિન્ટેન્ડન્ટ અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની કામગીરી માત્ર કચેરીમાં બેસીને સમીક્ષા કરવાથી પૂર્ણ થતી નથી. દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી અગવડતાઓ તેમજ તબીબો અને કર્મચારીઓની સમસ્યાઓ જાણવા માટે સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવું જરૂરી છે.
વડોદરા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે પણ મંત્રીએ સંવાદ કરી તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત, સન્માનજનક અને સકારાત્મક વાતાવરણ મળે તે માટે જરૂરી પગલાં લેવાની ખાતરી તેમણે આપી હતી.

હોસ્પિટલની જૂની અને નિર્માણાધીન નવી ઇમારતોની પણ તેમણે મુલાકાત લીધી હતી. નવી ઇમારતોના આયોજન અને કામગીરીમાં રહેલી સંભવિત ખામીઓ સમયસર દૂર કરવા તેમજ ભવિષ્યમાં ન્યુરો-કેન્સર, કિડની અને આંખ જેવા વિશિષ્ટ વિભાગોની સારવાર સુવિધા વધુ સક્ષમ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સ્વાઇન ફ્લૂ સહિતના સીઝનલ વાયરલ રોગોની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચાંદીપુરા વાયરસના કેસોને લઈને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, કીટનાશક કામગીરી અને સેન્ડફ્લાય નિયંત્રણ સહિતનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, દર્દીઓની સુવિધા, આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ક્ષતિ જણાય તો તેને સમયસર દૂર કરવી સરકારની પ્રાથમિકતા છે. વિકાસ સાથે સંવેદના અને માનવતા એ આરોગ્ય વ્યવસ્થાનો મુખ્ય આધાર છે.

Reporter: admin