News Portal...

Breaking News :

હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં 1:00 વાગ્યા સુધી 39.46 ટકા મતદાન નોંધાયું

2024-05-07 14:39:30
હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં 1:00 વાગ્યા સુધી 39.46 ટકા મતદાન નોંધાયું


હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પણ ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં બપોરે 1:00 વાગ્યા સુધી 39.46 ટકા મતદાન નોંધાયું.
21 છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તાર આજે મંગળવારે સવારે 7:00 કલાકથી ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક મતદારો દ્વારા મતદાન યોજાઇ રહ્યું છે જેમાં આજે આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે પણ લોકો મતદાન મથક સુધી પહોંચી મતદાન મથકોની બહાર લાંબી લાંબી કતારોમાં મતદાન માટે શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે.




જેમાં આજે સવારે 7:00 વાગ્યાથી આરંભ થયેલ મતદાનને અનુલક્ષીને હાલમાં બપોરના સુમારે ચૂંટણી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ આજે મંગળવારે સવારે 7:00 કલાકથી બપોરે 1:00 વાગ્યા સુધીમાં હાલોલ વિધાનસભા મતવિસ્તારનું કુલ 39.46 ટકા મતદાન નોંધાયું છે જેમાં હાલોલ વિધાનસભા મત વિસ્તારના કુલ 342 મતદાન બુથો ઉપર યોજાઇ રહેલા મતદાનમાં 18 વર્ષની આયુથી લઈ 90 વર્ષથી ઉપરની આયુના વૃદ્ધ લોકો પણ લાકડીના ટેકે કે પોતાના પરીજનોના સહારે કે ક્યાંક વ્હીલ ચેરમાં બેસીને પણ મતદાન મથકોમાં પહોંચયા હતા.



લોકશાહીના આ મહાપર્વની ઉજવણીના હિસ્સેદાર બની ઉમંગ અને ઉત્સાહપૂર્વ મતદાન કરી પોતે દેશના શ્રેષ્ઠ નાગરિક હોવાની ફરજ નિભાવી રહ્યા છે.

Reporter: News Plus

Related Post