News Portal...

Breaking News :

અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા

2025-03-22 16:37:12
અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા


વર્જિનિયા : અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે. મૃતક મૂળ મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો છે. 


તેઓ સ્ટોરમાં બેઠા હતા, તે સમયે એક અશ્વેત વ્યક્તિએ સ્ટોરમાં પ્રવેશ કરી 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ(પિતા) અને 24 વર્ષીય ઉર્વિ પ્રદિપકુમાર પટેલ(પુત્રી)ની ગોળી મારી હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે.


ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતી સમાજમાં શોકની સાથે ભયની લાગણી ફેલાઇ છે. જોકે હજુ હત્યાનું કારણ જાણી શકાય નથી.

Reporter: admin

Related Post