News Portal...

Breaking News :

ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬ના વિજેતાઓને ટ્રોફી એનાયત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

2026-08-15 11:44:31
ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬ના વિજેતાઓને ટ્રોફી એનાયત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત UTT ચોથા ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬ના સમાપન પ્રસંગે વિજેતા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે મેડલ એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી વિવિધ વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા. આ સાથે વર્ષ ૨૦૦૭-૦૮, ૨૦૧૬-૧૭, ૨૦૧૮-૧૯ના સરદાર પટેલ જુનિયર એવોર્ડ પણ એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એન્યુઅલ રિપોર્ટની બુકલેટનું વિમોચન પણ કરાયું હતું. 

નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬નું આ ચોથું વર્ષ છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી અંડર ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯ના છોકરા છોકરીઓ મળી કુલ ૭૭૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓની સહાય માટે ૩૦ ટેકનિકલ સપોર્ટ સ્ટાફએ સેવા આપી હતી. 

 
સમારોહમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સાંસદશ્રી હેમાંગભાઇ જોશી સાથે ટેબલ ટેનિસની રમતનો એક સેટ રમી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. 

આ સમારોહમાં વડોદરાના સાંસદશ્રી હેમાંગભાઇ જોશી, ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશબાબુ, ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડના હોદ્દેદારો, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમૂખશ્રીઓ, રમતગમત વિભાગના અધિકારીઓ, વરિષ્ઠ રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Reporter: admin

Related Post