News Portal...

Breaking News :

પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વ્રજધામ સંકુલ ખાતે શુભ મુલાકાત

2026-07-14 12:16:17
પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વ્રજધામ સંકુલ ખાતે શુભ મુલાકાત

વડોદરા સ્થિત વ્રજધામ સંકુલ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ શુભ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તેમણે વ્રજધામ ગાદીપતિ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિષયો પર સૌહાર્દપૂર્ણ ચર્ચા કરી.

ત્યારબાદ જગદીશભાઈએ વ્રજધામ હવેલીમાં બિરાજમાન શઠાકોરજીના દિવ્ય દર્શન કર્યા અને દેશ, રાજ્ય તથા સર્વ સમાજના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. તેમણે વ્રજધામ ખાતે પ્રજ્વલિત અખંડ જ્યોતનું વિધિવત્ પૂજન પણ કર્યું અને દિવ્ય આધ્યાત્મિક વાતાવરણનો લાભ લીધો.


આ પ્રસંગે વ્રજધામ સંકુલના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post