વડોદરા : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણને આજે એક વર્ષ પૂર્ણ થવાનો પાવન અવસર ઉજવાયો. તેને અનુસંધાને વડોદરાના પથર ગેટ સ્થિત પૌરાણિક રામ મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું.

પથ્થર ગેટ રામ મંદિર વડોદરાનાં સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક ગણાય છે. ભગવાન રામ, જે વિષ્ણુજીના સાતમા અવતાર તરીકે પૂજાય છે, તેમનો પ્રાગટ્ય દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી નિમિત્તે ભક્તોમાં ઉલ્લાસ જોવા મળ્યો.આજે 12:00 વાગ્યે યોજાયેલી આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો અને ભજન-કીર્તન દ્વારા ભગવાન રામની ભક્તિ વ્યક્ત કરી.

મંદિર પરિસર ભક્તિભાવથી ગૂંજતું થયું અને સમગ્ર વાતાવરણ અધ્યાત્મમય બન્યું.આવો પાવન પ્રસંગ સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતિક છે, જે ભક્તોમાં આધ્યાત્મિક ઊર્જા અને શાંતિનું સંચાર કરે છે.





Reporter: admin