News Portal...

Breaking News :

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી ₹6,543 અને સોનું ₹1,907 સસ્તુ

2026-07-28 15:37:18
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી ₹6,543 અને સોનું ₹1,907 સસ્તુ

સોના-ચાંદીના ભાવમાં મંગળવારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા મુજબ, એક કિલો ચાંદીના ભાવમાં ₹6,543નો ઘટાડો થતાં તેનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલો પર પહોંચ્યો છે. બીજી તરફ, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹1,907નો ઘટાડો નોંધાતા તેનો ભાવ ₹1.43 લાખ રહ્યો છે.

ચાલુ વર્ષ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1.33 લાખ હતો, જે હાલમાં વધીને ₹1.43 લાખ થયો છે. એટલે કે વર્ષ દરમિયાન સોનાના ભાવમાં અંaદાજે ₹10 હજારનો વધારો થયો છે.

જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વર્ષના અંતે ₹2.30 લાખ પ્રતિ કિલો રહેલી ચાંદી હવે ₹2.18 લાખ પ્રતિ કિલો પર પહોંચી છે, એટલે કે અત્યાર સુધીમાં આશરે ₹12 હજારનો ઘટાડો નોંધાયો છે.

કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાના જણાવ્યા મુજબ, સોના-ચાંદીના ભાવ તેમના સર્વોચ્ચ સ્તરથી નીચે આવ્યા હોવાથી રોકાણ માટે આ અનુકૂળ સમય હોઈ શકે છે. જોકે તેમણે એકસાથે મોટું રોકાણ કરવાને બદલે તબક્કાવાર રોકાણ કરવાની સલાહ આપી છે. તેમના મતે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ફરી ₹1.60 લાખ અને ચાંદીનો ભાવ ₹2.80 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોકાણકારો ગોલ્ડ ETF અને સિલ્વર ETF મારફતે પણ સોના-ચાંદીમાં રોકાણ કરી શકે છે. શેરબજારની જેમ NSE અને BSE પર તેની ખરીદી-વેચાણ કરી શકાય છે અને ઓછી રકમથી પણ રોકાણની શરૂઆત શક્ય છે.

Reporter: admin

Related Post