વડોદરા મહાનગરપાલિકા ની ગુરુવાર નાં રોજ મળેલ સામાન્ય સભા ગત દિવસો માં થયેલ પહલેગામ માં થયેલ આતંકી હુમલામાં અને ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલ જવાનો અને નાગરિકો ઉપરાંત પૂર્વ મંત્રીઓના દુઃખદ અવસાનના પગલે ગુરુવારનાં રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ બે મિનિટ નું મૌન પાડી આગામી તારીખ 19 ના રોજ પર મુલતવી કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તારીખ 22એપ્રિલ 2025 ને મંગળવારના રોજ થયેલ આંતકવાદી હુમલામાં 28 વ્યક્તિઓના ઉપચાર થયા હતા જે બાદ આંતકી હુમલાના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલ પાંચ જવાનો અને ચાર બાળકો સહિત 15 નાગરિકોના થયેલ દુઃખદ અવસાન સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર ગીરજાબેન વ્યાસ અને પૂર્વ આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ નેતા હેમાબેન આચાર્ય નું ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનના પગલે ગુરુવાર નાં રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા દુઃખની લાગણી સાથે શોક દર્શક ઠરાવ કરી સદગતના માનમાં બે મિનિટ નું મૌન પાડી આગામી તારીખ 19 મેં સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવી છે.

તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સદગતના માનમાં સભાને પ્રાથમિક કરવામાં આવે તે યોગ્ય બાબત છે પરંતુ જે આપણા સૈન્યમાં દેશની દીકરી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા અસભ્ય ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતનો પણ સભામાં ઉલ્લેખ હોવો જોઈએ અને આ બાબતનો વિરોધ થવો જોઈએ તેવું જણાવી વડાપ્રધાનને અપીલ કરી હતી કે આવા વ્યક્તિ વિરોધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.


Reporter: admin