વડોદરા: હાઈવે પર L&T નોલેજ સીટી નજીક એક ફોર વ્હીલ ગાડી અકસ્માતગ્રસ્ત થતાં હડકંપ મચી ગયો. જાણવા મળ્યું છે કે ગાડીમાં દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. ઘટના બાદ સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવવાની કોશિશ કરી, જેના કારણે હાઈવે પર હંગામા સર્જાયો.

પ્રાપ્ત માહિતી મુજબ, એક ફોર વ્હીલ ગાડી હાઈવે પર ઝડપથી જઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ગાડી પલટી ખાઈ ગઈ. આ દૃશ્ય જોતા નજીકના ગામના લોકો એકત્ર થઈ ગયા. ગાડીમાં દારૂ ભરેલો જોવા મળતા કેટલાક લોકોએ બોટલો લઈ જવાની કોશિશ કરી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગાડી પલટી જતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા અને કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી લઈ ભાગવાનું શરૂ કર્યું.

ઘટના અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોએ લૂંટેલી બોટલો જપ્ત કરવા માટે કાર્યવાહી શરૂ કરી.આ મામલે પોલીસએ કાયદેસર તપાસ શરૂ કરી છે. દારૂ કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે તપાસ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં એ કઈ રીતે સપ્લાય થઈ રહ્યો છે, એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

Reporter: admin