રાજકોટ : શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. મકરસંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર 100ના મુદ્દે ચાર શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા.
કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલાં શખ્સો કેમેરામાં કેદ થયા છે. ઘટનાને પગલે હાજર લોકોમાં નાચભાગ મચી જવા પામી હતી. ઘટનાને 24 કલાલથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી.મકરસંક્રાંતિના દિવસે આજ જગ્યા ઉપર નકળંગ ચાની નજીકમાં આવેલ ઠાકરધણી ચાના સ્ટોલ પર બપોરના સમયે 15 જેટલા લોકો સામ સામે આવી જાહેરમાં મારામારી કરી હતી. જે સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે.ફાકી ખરીદ્યા બાદ પૈસાને લઈ માથાકૂટ કરી 150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયાર નગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉં.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી.
Reporter: admin