કવાંટ : પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની હત્યાને મામલે પોલીસનો ધમધમાટ શરૂ થયો છે.
પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે,મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો,ગામમાં નાની ઘટના પણ મોટું રૂપ ધારણ કરે છે. ઈર્ષાના કારણે મારા ભત્રીજાની હત્યા કરાઈ હોવાની મને શંકા છે.ચૂંટણીમાં નડે નહીં એટલે કાંટો કાઢી નાખ્યા હોવાની પણ શંકા તેમણે સેવી છે.ગામમાં દરેક લોકોનું કામ કરતો હતો મારો ભત્રીજો પરંતુ મને ખ્યાલ નહતો કે મારા ભત્રીજાને કોઇ ધમકી મળતી હતી.
પોલીસ સમગ્ર કેસમાં રાત દિવસથી કામે લાગી ગઈ છે.આવું કૃત્ય કરવા પાછળ બીજા કોણ છે તે પણ પોલીસ તપાસમાં સામે આવશે.આને હાથો બનાવીને બીજા કોઈએ હત્યા કરી છે કે નહીં તે પણ તપાસ થશે.કવાંટના પીપલદી ગામમાં શંકર રાઠવા અને અમલા રાઠવા નામના શખશોએ હત્યા કરી હોવાનું તેમણે કહ્યું છે.પોલીસે શંકર રાઠવાને દબોચી લીધો અને અમલા રાઠવા હાલમાં ફરાર છે.ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ છે .પોલીસ શંકર રાઠવાની પૂછપરછ કરી રહી છે.
Reporter: admin