છોટાઉદેપુરના તુરખેડા ખાતે વન વિભાગના અધિકારીઓ દ્વારા અંગ્રેજો જેવો જુલમ ગુજારતા અહોવનું સામે આવ્યું છે. જેમાં ગ્રામજનોને દંડના નામે મસમોટી રકમ ઉઘરાવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
છોટા ઉદેપુર જીલ્લાના તુરખેડા નું નામ પડે એટલે આંખો સામે નયનરમ્ય દૃશ્યો આવી જાય છે. અને બીજો બાજુ હાડમારી ભારે ડગલે ને પગલે હાડમારી ભોગવતા ગ્રામજનો પણ નજરે પડે છે. ત્યારે હાલ દારુણ ગરીબીમાં ચોમાસુ પાક પકવી તેમજ આખું વર્ષ કચ્છ કાઠિયાવાડમાં જઈ કલાઈજુરી કરીને માંડ પેટિયું રળતા તુરખેડાના ગરીબ આદિવાસીઓ ઉપર વન વિભાગના અધિકારીઓ દ્વારા જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. અને દંડ ના નામે મસમોટી રકમ વસૂલવામાં આવી રહી છે.તુરખેડાના ગ્રામજનો રસ્તાના અભાવે તથા ટૂંકી આવકને કારણે પોતાની તમામ જરૂરિયાતો મર્યાદિત રાખે છે. જેમ કારણે મકાન બનાવવા અને અડારિ બનાવવા જંગલમાં લાકડાનો ઉપયોગ કરે છે. જે માટે વન વિભાગ દ્વારા ગ્રામજનો ઉપર કેસ પણ કરવામાં આવે છે. આ કેસમાં દંડ લેવામાં આવે છે અને આ દંડ ના નામે મોટી રકમ દારુણ ગરીબીમાં જીવતા આદિવાસીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી હોવાનું પીડિત ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. તુરખેડા ખાતે કેટલાક ગ્રામજનો પાસેથી વન વિભાગના અધિકારીઓ દ્વારા ૫૦૦/- ના દંડ ની સામે રૂ.૧૨,૦૦૦/- ની માંગણી કરવામાં આવે છે. અને આ રકમ નક્કી થયા બાદ ૫૧૭/- નો પાવતી બનાવીને રૂ.૨,૦૦૦/- લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અને બીજા બાકીના રૂપિયા પંદર દિવસોમાં આપવાનો વાયદો કરવામાં આવ્યો હોવાનું પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું .જ્યારે અન્ય એક વ્યક્તિને માંડવો બનાવ લાકડા કાપ્યા ત્યારે વન વિભાગના અધિકારીએ આ પીડિત ને લાકડી વડે મારમારી રૂ. ૧૦,૫૦૦/- રૂપિયા લીધા હતા અને પાવતી ફકત રૂ ૧૨૬૩/- ની આપી હતી.આ જ વ્યક્તિ પાસે તરન વખત આવી રીતે રૂપિયા લઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતું.આવી ઘટના તુરખેડાના ગ્રામજનો પાસે અવાર નવાર કરવામાં આવતું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.આટલું તો ઠીક વન વિભાગ દ્વારા ગયા વર્ષે તુરખેડા ગામમાં ખાડ રોપવા માટે ૨૭,૦૦૦/- ખાડા ખોદવાની મજૂરી ઉચ્ચક રૂ.૬૦,૦૦૦/- માં ગ્રામજનો સાથે નક્કી કરવામાં આવી હતી, ગ્રામજનોએ આ ખાડા ખોદી નાખ્યા બાદ મજૂરીના રૂપિયા માંગતા નક્કી કરેલી રકમના અડધા રૂ.૩૦,૦૦૦/- જ આપતા હતા જે ગ્રામજનોએ લીધા ન હતા. અને ગ્રામજનો જ્યારે પણ પોતાની મજૂરીના રૂપિયા માંગે છે ત્યારે તેઓને રૂ.૩૦,૦૦૦/- આપવાની જ વાત કરે છે.
અને આ રીતે ગ્રામજનોનું શોષણ કરે છે.મહત્વની વાત એ છે દારુણ ગરીબીમાં જીવી રહેલા અને માંડ પોતાનું પેટિયું રડતા તુરખેડાના ગ્રામજનો ઉપર વન વિભાગના અધિકારીઓ તેઓની સ્થિતિ જાણતા હોવા છતાં પણ તેઓની પાસેથી પાવતી કરતા મોટી રકમ વસૂલતા હોવાનું બહાર આવ્યું છે. જેથી વન વિભાગના આવા અંગ્રેજોની માફક વર્તન કરતા અધિકારીઓ સામે પગલાં ભરાયાં તે પ્રજાહિતમાં ખૂબ જરૂરી બન્યું છે મે સાત લાકડા ચારો મૂકવા માંડવો બનાવવા માટે કાપ્યા હતા, એટલે મારા ઘરે જંગલ ખાતાના અધિકારીઓ આવ્યા હતા અને બે લાકડી મારી, પછી મારી જોડે ૧૦,૫૦૦/- લીધા અને પાવતી રૂ.૧૨૦૦/- ની આપી હતી. બાકીના પાવતી નથી આપી.આવું મારી જોડે ત્રણ વખત કર્યું છે, મે બીજી પાવતીની માંગણી કરું તો નથી આપી.અમારે લાકડાનો જૂનો કેસ હતો, જેમાં સોમવારે મારા દાદા કવાંટ ગયા હતા.અમે રૂ. ૨,૦૦૦/- ભર્યા તેની પાવતીમાં રૂ.૫૧૭/- જ લખીને આપ્યા, અને હજુ બીજા રૂ.૧૨,૦૦૦/- પંદર દિવસમાં આપવાનું કીધું છે.રાજુભાઈ નાયક,પીડિત પરિવારના સભ્ય,તુરખેડઅમને જંગલવાળો સાહેબે કવાંટ બોલાવે એટલે અને કવાંટ ગયા, ત્યાં ફોરેસ્ટર સાહેબે રૂ.૨,૦૦૦/- માંગી લીધા, પછી અહીંયા તુરખેડા આવ્યા તો ફરીથી રૂ.૫૦૦/- માંગીને લીધા, અને કહ્યું કે ફરીથી કાઈ થાય તો રૂ.૧૦,૦૦૦/- લઈશું. અને અમને પાવતી રૂ.૧૭૦/- ની જ આપી, બાકીની પાવતી માંગી તો ના આપી.રંગેશ રાઠવા, પીડિત, તુરખેડા જંગલખાતા વાળા આવેલા જૂનો કેસ કાઢયો કાઈ રીતે કાઢ્યો તે અમને નથી ખબર, આવીને પછી કીધું કે તમારો કેસ છે, એટલે રૂ.૪,૫૦૦/- માંગતા હતા એ અમે આપ્યા, અને પાવતી માં લખ્યા છે રૂ.૨૭૪૮/-. એ કઈ રીતે કરે તે અમને ખબર નથી, મારી સાથે બે વખત આવું થયું છે, અમને પાવતી પૂરી નથી આપતા.અમારે ગયા ચોમાસામાં જંગલ ખાતાના ખાડા ખોદવાનું ઉચ્ચક રૂ. ૬૦,૦૦૦/- નું નક્કી કર્યું હતું. એમાંથી તે રૂ. ૩૦,૦૦૦/- આપતા હતા, અમને ના પોષાય એટલે લીધા ન હતા, ગામનિયાજુરી ગામમાં રાખવાની એમ કરીને ખાડા ખોદ્યા હતા, એ રૂપિયા હજુ ચૂકવતા નથી, એમનો પગાર સમયસર લઈ લે છે. અને અમને અમારા રૂપિયા નથી આપતા, અમને રૂ.૬૦,૦૦૦/- જોઈએ.કવાંટના તુરખેડા ગામમાં જંગલ ખાતાએ અમુક સનદો આપી છે. આ ખેતરના છેડે કોઈ વૃક્ષ હોય રસ્તાના અભાવે કોઈ માંડવો બનાવવા કે ઘર બનાવવા માંગતો હોય તે માટે કોઈ લાકડું કાપે, એમાં જંગલખાતા વાળા આવીને અમને દંડ મૂકે છે, દંડના પાવતીમા રૂ. ૫૧૭/- દર્શાવે છે અને રૂ.૧૨,૦૦૦/- માંગે છે, આવું તો દશ પંદર ખેડૂતને છે.પૈસા વધારે માંગણી કરે છે અને પાવતીમાં ઓછા દર્શાવે છે.બીજા જે વધારે પૈસા આપે છે તે ગયા ક્યાં ? કોઈ બીજી બુકમાં દર્શાવે છે કે સરકારમાં જમાં કરે છે કે એમના ખીસામાં મૂકે છે એ અમારે જાણવા જેવું છે. અહીંયા તુરખેડા માં અધિકારીઓ આવે એમને શરમ આવવી જોઈએ કે અને તુરખેડા માં કેવી રીતે જિંદગી જીવીએ એ તો અમે જ જાણીએ છે.અધિકારીઓને સરકાર પગાર નથી આપતી ? આવા અધિકારીઓને તો બદલી કરે કોઈ ફેર નહિ પડે ખરેખર સસ્પેન્ડ કરવા જોઈએ. આ તો ઘણા સમયથી ચાલે જ છે.ઉપરથી તમને કેસ કરી દઈશું, તમને ઉઠાવી લઇ જઈશું તેવી ધાકધમકી આપે છે.મને આ બાબતે વાયા વાયા જાણવા મળ્યું છે અને બીજા તમે જણાવો છો, મને પૂરી વિગત ખબર નથી, મારે તપાસ કરવી પડશે, કઈ રીતની હકીકત છે. અમને કોઈએ લોકલમાં ફરિયાદ નથી કરી, દંડ લીધો એટલી પાવતીઓ આપેલી છે. વધારે રૂપિયા લીધા છે, એવું હોય તો તપાસ કરવી પડશે, આજે માટે પ્લાન્ટેશન ની સીઝન છે, સોમવારે મિટિંગ છે ત્યારે મળીએ.
Reporter: News Plus