ડભોઈ: નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે. ડભોઈમાં 100 ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઇ છે
ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તે તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે ડભોઈ હીરા ભાગોળ ખાતે આવેલ સુધરાઈ મેદાન ખાતે - નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ - નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઇ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહદ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.સમગ્ર ડભોઈ પંથકમાં 100 ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે. શ્રીજી વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થઇ રહેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
ત્યારે રવિવારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બીરેન શાહ માજી તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આગામી વિસર્જનમાં નગરની જનતાને કોઈ હાલાકી ના પડે અને નગરમાં શ્રીજીની પ્રતિમાની લંબાઈને ધ્યાનમાં રાખી તળાવ ઊંડું બનાવવા તથા સુંદર રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થઈ શકે તે માટે પાલિકાને ધારાસભ્ય દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા.
Reporter: admin