અમદાવાદ : PMJAY યોજના હેઠળ છેલ્લા જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીના પાંચ મહિના અને 12 દિવસના સમય ગાળા દરમિયાન 650 કેસમાં સારવારને માટે 3.66 કરોડ જેટલી જંગી રકમ મેળવી છે.
જેમાં સૌથી વધુ 605 કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે 2.77 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી છે. હૃદયરોગ સિવાયની અન્ય સર્જરી પેટે સરકારે ખ્યાતિ હોસ્પિટલને 89.87 લાખ ચૂકવ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીમાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટિ અને 36 બાયપાસ સર્જરી સહિતના હૃદયરોગના કેસની સારવાર પેટે 2.77 કરોડ ચૂકવ્યા છે.
તમામ પૈસા PMJAY યોજના હેઠળ મેળવાયા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલને 220 ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામની સારવાર માટે 49,78,836 રૂપિયા, 36 કોરોનરી બાયપાસ સર્જરી માટે 6,12,540 રૂપિયા, 380 કોરોનરી એન્જિયોગ્રાફી માટે રૂ. 6,82,640ની રકમ સરકાર પાસેથી મળી છે.
Reporter: admin