નવી દિલ્હી : EVM પર ઈલોન મસ્કની ટીપ્પણી સામે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર સખત વાંધો ઉઠાવ્યો હતો. અગાઉની સરકારમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય પ્રધાન રહેલા ચંદ્રશેખરે કહ્યું કે “ભારતના EVMને અન્ય દેશોના મશીનના હરોળમાં મુકવા જોઈએ નહીં, તેમનું નિવેદન સૂચવે છે કે કોઈ પણ ડિજિટલ હાર્ડવેર સુરક્ષિત રીતે બનાવી શકતું નથી. જે ખોટું છે.”
તેમણે કહ્યું કે મસ્કની ચિંતા એવા દેશોને લાગુ પડી શકે છે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે કમ્પ્યુટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોટિંગ મશીન બનાવવામાં આવે છે, તે ભારતમાં લાગુ પડતી નથી.
તેમણે કહ્યું કે “ભારતીય EVM કસ્ટમ ડિઝાઇનનું છે, જે કોઈપણ નેટવર્ક અથવા મીડિયાથી સુરક્ષિત અને અલગ છે, તેમાં કોઈ કનેક્ટિવિટી, કોઈ બ્લૂટૂથ, વાઇફાઇ, ઇન્ટરનેટ નથી. એટલે કે મશીનમાં છેડછાડ માટેનો કોઈ રસ્તો નથી. ફેક્ટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલર્સમેં ફરીથી પ્રોગ્રામ કરી શકાતા નથી.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર સાથે સંબંધિત એક સમાચાર પણ શેર કર્યા છે. શિંદે પર ઈવીએમ સાથે છેડછાડ કરીને જીતવાનો આરોપ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું, EVM ભારતમાં એક ‘બ્લેક બોક્સ’ છે. કોઈને તેની તપાસ કરવાની છૂટ નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે. ત્યારે લોકશાહી એક દેખાવો બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.
Reporter: News Plus