News Portal...

Breaking News :

ઇન્દોરથી ટ્રાવેલ્સમાં લવાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

2026-09-04 13:28:44
ઇન્દોરથી ટ્રાવેલ્સમાં લવાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં પી.સી.બી.એ કાર્યવાહી કરીને ઇન્દોરથી ટ્રાવેલ્સ મારફતે ઇંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય કરવા આવેલા રફીક સલીમભાઈ શેખને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર જીતેન્દ્ર પાલ, ટ્રાવેલ્સનો ડ્રાઇવર ઇસ્માઇલભાઈ મલેક અને દારૂ મંગાવનાર વિપુલ પંચાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


પોલીસને બાતમી મળી હતી કે ઇન્દોરથી વાદળી રંગની મા શક્તિ ટ્રાવેલ્સમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વડોદરા લાવવામાં આવ્યો છે અને ટ્રાવેલ્સ સોમાતળાવ વૈષ્ણવ વાટિકા રોડ પર સમૃદ્ધિ રેસીડન્સી ફ્લેટ સામે ઉભી છે.

બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન ટ્રાવેલ્સમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે રફીક સલીમભાઈ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ઇન્દોરથી ભરી વડોદરામાં સપ્લાય માટે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post