News Portal...

Breaking News :

રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો અને અનુબંધન પોર્ટલ નોંધણી શિબિર યોજાઈ

2025-05-15 16:33:01
રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો અને અનુબંધન પોર્ટલ નોંધણી શિબિર યોજાઈ


મદદનીશ નિયામક (રોજગાર) કચેરી વડોદરા દ્વારા રોજ મોડેલ કારકિર્દી કેન્દ્ર અંતર્ગત વડોદરામાં રોજગાર ભરતી મેળો તથા અનુબંધન અને રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ પર નામ નોંધણી માટે શિબિર સફળતાપૂર્વક યોજાઈ હતી. 


આ ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, પ્રથમ માળ, તરસાલી ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના બિલ્ડિંગ ખાતે સવારે ૧૦ વાગ્યે શરૂ થયો હતો, જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨, ઔદ્યોગિક તાલીમ સંપન્ન તથા સ્નાતક થયેલ અને અનુભવી તેમજ બિનઅનુભવી યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. મેળામાં વડોદરા જિલ્લાના નવ વિવિધ વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા લગભગ દોઢસો જગ્યાઓ માટે ઉમેદવારોના સ્થળ પર જ મુલાકાત લઈને પસંદગીઓ કરવામાં આવી. વિવિધ ખાલી જગ્યાઓ જેવી કે વિદ્યુત સહાયક, ઔષધ સહાયક, કચેરી સહાયક, સાધન સહાયક, યંત્ર સંચાલક, વ્યવસાય વિકાસ સહાયક જેવા પદો માટે સોથી વધુ યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આમ, કુલ પચાસ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને તેમને રોજગારીની તક પૂરી પાડવામાં આવી હતી. 


તેમજ પચાસથી વધુ યુવાનોએ અનુબંધન પોર્ટલ તથા રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ પર પોતાનું નામ નોંધાવીને ઓનલાઇન રોજગારી શોધવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં પટેલ હીટર એન્ડ કન્ટ્રોલ પ્રા લી,અક્ષાલ્ટા કોટીંગ સીસાટેમ ઈન્ડીયા પ્રા લી,અપોલો ફાર્મસી,શંકર પેકેજીંગ લી,શુભમ કે માર્ટ ,ટાઈમ્સ એજ્યુકેશન એન્ડ ઈવેન્ટ લી,ડી માર્ટ સુપર એવન્યુ માર્કેટ,ફ્યુચર પ્લેસમેન્ટ તેમજ આઈકામેટ જેવા નોકરીદાતા હાજર રહ્યા હતા. મેળામાં રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા હાજર યુવાનોને કારકિર્દી માર્ગદર્શન, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના, વ્યક્તિગત માર્ગદર્શન, વ્યાવસાયિક માર્ગદર્શન તથા વિદેશી રોજગારી અંગે માહિતી આપવામાં આવી. તેમણે નવી પેઢીના યુવાનોને અભ્યાસ અને તાલીમ મુજબ પોતાને ગમતા ક્ષેત્રમાં તકો ઓળખી આગળ વધવા, પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કાબેલિયત પુરવાર કરવાની પ્રેરણા આપી. સાથે જ તેમણે જણાવ્યું કે નવા વિચારો તથા નવીનતા ધરાવતા યુવાનો માટે સ્વરોજગાર કે નાનાં ઉદ્યોગો શરૂ કરવાં માટે પણ સરકાર તરફથી વિવિધ યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. યુવાનોને સોફ્ટ સ્કિલ, સાયબર સિક્યુરિટીઅને નાણાકીય સાક્ષરતા જેવી બાબતોમાં પણ રોજગાર કચેરી તથા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Reporter: admin

Related Post