News Portal...

Breaking News :

પાલિકાના બાંકડા પર માણસ નહીં, કુતરા-બિલાડા બીરાજે છે

2025-10-27 14:20:37
પાલિકાના બાંકડા પર માણસ નહીં, કુતરા-બિલાડા બીરાજે છે


કોર્પોરેટરોએ લગાવ્યા ઈન્ટરનેશનલ ડીઝાઈનના બાંકડા – માનવ માટે અયોગ્ય, કુતરાઓ માટે આરામદાયક!



પાલિકાનાં કોર્પોરેટરોએ પસંદ કરેલા બાંકડાની ડીઝાઈન એટલી ઈન્ટરનેશનલ કક્ષાની છે કે, માણસ એની ઉપર આરામથી બેસી શકતો નથી. નથી એની બેઠકની પહોળાઈ બરાબર. નથી બેક બરાબર. નથી એંગલ બરાબર.એટલે કોર્પોરેટરોએ લગાડેલા બાંકડાનો માત્ર કુતરા જ દિવસ-રાત લાભ લે છે. 


પૂર્વ કોર્પોરેટર વિજય પવાર ખુદ પોતે લગાવેલા બાંકડાની ધાર ઉપર બેઠા-બેઠા ગામની વર્ચ્યુઅલ સેવા કરી રહ્યા છે ! પાલિકાએ દરેક બાંકડા ઉપર ચિતરાવી દેવું જોઈએ કે માફ કરશો આ બાંકડા માત્ર કુતરા- બિલાડા માટે જ છે."તકલીફ બદલ માફ કરશો"

Reporter: admin

Related Post