નવી દિલ્હી : પરમાણુ ઊર્જા અંગે કરારો થયા પછી 20 વર્ષે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (ડીઓઈ) દ્વારા અમેરિકાની કંપનીને ભારતમાં ન્યુક્લિયર રીએક્ટર્સ બાંધવા પરવાનગી આપી છે.
ઈન્ડીયન-અમેરિકન ક્રિસ પી. સિંઘની કંપની હૉલટેક-એશિયા અત્યારે ગુજરાતમાં દહેજમાં અન્ય મેન્યુફેક્ચરીંગમાં વ્યસ્ત છે.આ કંપનીની માતૃ કંપની 'હૉલટેક' ઈન્ટરનેશનલ સ્મોલ મોડયુલર રીએકર્સ બાંધવામાં નિષ્ણાત છે. તે તેની એટમિક રીએક્ટર્સ બાંધવાની ટેકનોલોજી ભારતની ૩ કંપનીઓ લાર્સન એન્ડ ટુબ્રો તાતા કન્સલટન્સીની પેટા કંપની તથા હૉલટેક-એશિયાને તેની ટેકનોલોજી હસ્તાંતરિત કરશે.આ સાથે મુખ્ય શરત અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીએ તે મુકી છે કે આ રીએક્ટર્સનો ઉપયોગ સંપુર્ણ રીતે ઊર્જા ઉત્પાદન કરવામાં જ કરી શકાશે.
પરમાણુ શસ્ત્રો બનાવવામાં નહીં, સાથે તે પણ તાકીદ કરવામાં આવી છે કે તે વિયેના સ્થિત ''ઈન્ટરનેશનલ એટમિક એનર્જી ઓથોરિટી'' (આઈએઈએ)એ સ્થાપેલા સિદ્ધાંતો પ્રમાણે જ કાર્યરત રહી શકશે.ભારત સાથેના વ્યાપારી વ્યવહારોમાં અમેરિકા ઘણી મોટી ખાદ્યમાં છે. ત્યારે આ ન્યુક્લિયર રીએક્ટર્સ અંગેની સંધિની તેની ખાદ્યમાં ઘણો મોટો ઘટાડો થશે. જ્યારે ભારત આ ''સિદ્ધિ''ને બહુ મોટી રાજદ્વારી ''ફતેહ'' માને છે. ભારત તેને ઐતિહાસિક સિદ્ધિ માને છે.
Reporter: admin