નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો તા. 14 ઓગસ્ટ, શુક્રવારના રોજ આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનો સંભવિત કાર્યક્રમ છે.
સવારે 11 વાગ્યે આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત યોજાનારી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ સવારે 11:45 કલાકે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે રામપુરા-બાકરોલ રોડ પર નવનિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરશે. આ સાથે ખેડા જિલ્લાના બિલોદરા ખાતે નડિયાદ જિલ્લા જેલમાં નવનિર્મિત કક્ષા સી-08 તથા બી-16 (પી+6) પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવશે.
બપોરે 2 વાગ્યે આણંદના લોટેશ્વર તળાવ પાસે આવેલી વ્યાયામ શાળા ખાતે આણંદ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લેશે.
સાંજે 5 વાગ્યે વડોદરાના નવલખી મેદાન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારી તિરંગા યાત્રામાં ભાગ લેશે.
ત્યારબાદ સાંજે 6 વાગ્યે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે UTT 4th Gujarat State Ranking Table Tennis Tournament-2026ની મેડલ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે.
Reporter: admin







