News Portal...

Breaking News :

અવકાશયાત્રીઓના ISSમાં રોકાણનો સમય ફેબ્રુઆરી-25 સુધી લંબાવવાનો નિર્ણય, દરેક અંતરિક્ષ ઉડ્ડાણમાં જોખ

2024-08-26 10:25:31
અવકાશયાત્રીઓના ISSમાં રોકાણનો સમય ફેબ્રુઆરી-25 સુધી લંબાવવાનો નિર્ણય, દરેક અંતરિક્ષ ઉડ્ડાણમાં જોખ


શનિવારની પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન નાસાના ઍડમિનિસ્ટ્રૅટર બિલ નૅલ્સને જણાવ્યું હતું કે આ યાનમાં કેવા પ્રકારના સુધારની જરૂર છે, તેને સમજવા માટે નાસા અને બૉઇંગ મળીને કામ કરી રહ્યાં છે.


તેમણે કહ્યું હતું કે,"દરેક અંતરિક્ષ ઉડ્ડાણમાં જોખમ રહેલું હોય છે. ચાહે તે સૌથી સુરક્ષિત અને સૌથી રૂટિન ઉડ્ડાણ જ કેમ ન હોય. પરંતુ જ્યારે એક ટેસ્ટ ફ્લાઇટની વાત આવે, ત્યારે તે ન તો સુરક્ષિત હોય છે કે ન તો રૂટિન સલામતી અમારા માટે સૌથી મોટી બાબત છે અને એ જ માર્ગદર્શક પણ છે."બંને અવકાશયાત્રીઓના આઈએસએસમાં રોકાણનો સમય ફેબ્રુઆરી-2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ક્રૂના સભ્યો સ્પેસઍક્સના ડ્રૅગન મારફત પરત ફરી શકે.આ વધારાના સમયને કારણે સ્પેસઍક્સને પોતાનું આગામી યાન લૉન્ચ કરવા માટે સમય મળી જશે. 


અગાઉ તે સપ્ટેમ્બર મહિનાના અંતભાગમાં લૉન્ચ થવાનું હતું.પહેલા આ યાન ફેબ્રુઆરી મહિનામાં લૉન્ચ થવાનું હતું તથા એના મારફત ચાર અવકાશયાત્રી જવાના હતા, પરંતુ હવે માત્ર બે જ આઈએસએસ સુધી જશે, જેથી કરીને ધરતી પર પરત આવતી વખતે વિલિયમ્સ તથા વિલ્મૉર માટે જગ્યા રહેશે.નાસાનું કહેવું છે કે આ બંને અવકાશયાત્રી અગાઉ બે વખત અંતરિક્ષમાં લાંબો સમય માટે રહ્યાં છે, એટલે તેઓ ટેસ્ટફ્લાઇટમાં રહેલાં જોખમો વિશે સારી રીતે જાણે છે. સંભવિત જોખમોમાં લાંબા સમય માટે અવકાશમાં રહેવું જેવી બાબત પણ સામેલ છે.નાસાનું કહેવું છે કે તે 58-વર્ષીય સુનિતા વિલિયમ્સ તથા 61-વર્ષીય વિલ્મૉરે તેમને ધરતી ઉપર પાછા લાવવાની યોજનાનું 'પૂરેપૂરું' સમર્થન કર્યું છે. બંને અવકાશયાત્રી આઈએસએસ પર વૈજ્ઞાનિક કામો, આઈએસએસની સારસંભાળ અને કદાચ સ્પેસવૉક પણ કરશે.અંતરિક્ષયાનને વિકસાવવામાં અસફળતાઓને કારણે બૉઇંગનું સ્ટાર

Reporter: admin

Related Post