આઈ ઓ.સી. એલની ગુજરાત રિફાઇનરી આગ દુર્ઘટના વિષયક વધુ એક યાદીમાં આ ઘટના અને બચાવ કામગીરી દરમિયાન ઘટના સ્થળે ઇજાગ્રસ્ત એક કોન્ટ્રાક્ટ કર્મચારીના મરણ અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત રિફાઇનરી સંકુલમાં એક કેંટીન કર્મચારી બેભાન થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જેનું પછીથી મરણ થયાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.યોગ્ય મરણોત્તર તપાસ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે એવું યાદી ઉમેરે છે.સંસ્થાએ મૃતકોના પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદનાની લાગણી વ્યક્ત કરવાની સાથે આ મુશ્કેલ સમયમાં કોર્પોરેશન તેમને યોગ્ય રીતે પીઠબળ આપવાના પગલાં લેશે તેમ જણાવ્યું છે.
આ સિવાય અન્ય તમામ કાર્મિકો ,પ્લાન્ટ અને સંયંત્રો સલામત છે.સલામતીને ધ્યાનમાં લઈને ઘટના ક્ષેત્રને સિક્યોર કરવામાં આવ્યું છે.દરમિયાનમાં નિષ્ણાતોની ટીમો ઘટનાની સમીક્ષા માટે સ્થળની મુલાકાત લઈ રહી છે.
Reporter: admin